હૉપ પ્રોબ દ્વારા મંગળના ચંદ્રથી ૬૨ માઇલ (૧૦૦ કિલોમીટર) દૂર સુધી ઉડાન ભરી હતી ત્યારે આ ફોટો લેવામાં આવ્યા હતા.
મંગળનો ચંદ્ર
જે રીતે પૃથ્વીની ફરતે ચંદ્ર નામનો ઉપગ્રહ છે એ જ રીતે મંગળ નામના ગ્રહ પર પણ બે ચંદ્ર છે જેનાં નામો ડીમોસ અને ફોબોસ છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં મંગળના ચંદ્ર ડીમોસના ફોટો અને વિગતો બહાર પાડી હતી. આ ફોટો યુએઈની સ્પેસ એજન્સી અમીરાત માર્સ મિશન (ઈએમએમ) હૉપ પ્રોબ દ્વારા લેવામાં આવી હતી. હૉપ પ્રોબ દ્વારા મંગળના ચંદ્રથી ૬૨ માઇલ (૧૦૦ કિલોમીટર) દૂર સુધી ઉડાન ભરી હતી ત્યારે આ ફોટો લેવામાં આવ્યા હતા. આ ફોટોને કારણે ચંદ્ર વિશે ઘણી માહિતી મળી છે જે અગાઉ નહોતી મળી શકી. પહેલાં એવું માનવામાં આવતું કે મંગળના ગ્રહો તો ખરેખર ઍસ્ટેરૉઇડ છે, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે આ એના કુદરતી ઉપગ્રહો જ છે. આ તારણોને યુરોપિયન જિયોસાયન્સ યુનિયન જનરલ ઍસેમ્બલીમાં રજૂ કરવામાં આવશે. આ બધાં અવલોકનોને જોતાં હૉપ પ્રોબની પ્રવૃત્તિને બીજા વર્ષ સુધી લંબાવવામાં આવી છે, જેને કારણે ફોબોસ અને ડિમોસ બન્નેની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ વિશે વધુ માહિતી મળશે.
રૅર કૉસ્મિક બબલ
ADVERTISEMENT

નાસાએ આ સીટીબી-વન ઇમેજ શૅર કરી હતી જે રૅર કૉસ્મિક બબલ અને સુપરનોવા વિસ્ફોટના અંશની ઇમેજ છે.


