આસપાસના ગ્રામજનો દોડી આવ્યા અને ફસાયેલા ઊંટને કારમાંથી કાઢ્યું
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના હનુમાનગઢ પાસે શનિવારે રાત્રે બનેલી એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. વાત એમ છે કે રાતના અંધારામાં સ્પીડમાં જઈ રહેલી કાર સાથે એક ઊંટ અથડાયું. કદ અને સાઇઝને કારણે ઊંટભાઈ વિન્ડશીલ્ડના કાચ તોડીને સીધા કારમાં જ ઘૂસી ગયા. કારમાં બેઠેલા લોકો સાઇડમાંથી નીકળી ગયા હોય એવું દેખાય છે, પણ ઊંટભાઈ માટે કારમાંથી નીકળવાનું અઘરું થઈ ગયું. ઘટના સમયે થયેલા અવાજ અને હોહાથી આસપાસના ગ્રામજનો દોડી આવ્યા અને ફસાયેલા ઊંટને કારમાંથી કાઢ્યું. ઊંટભાઈને ખાસ કશું થયું નથી એ સારા સમાચાર છે.

