૧૭ નવેમ્બરના આ બિલ મુજબ ગ્રાહકે વિશ્વની સૌથી મોંઘી મનાતી આલ્કોહૉલની અનેક બૉટલ ઑર્ડર કરી હતી.

ગ્રાહકને અપાયું ૧.૩૬ કરોડ રૂપિયાનું બિલ
સોલ્ટબા તરીકે વિખ્યાત ટર્કી શેફ નુસરેટ ગોકરે અવારનવાર વિવાદમાં ઘેરાયેલો રહે છે. ગયા વર્ષે તેની લંડનની રેસ્ટોરાંએ એની વધુપડતી કિંમતને કારણે વિવાદ સરજ્યો હતો. તાજેતરમાં ગોકરેએ અબુ ધાબીના અલ મર્યાહ આઇલૅન્ડ પર આવેલી ધ ગૅલેરિયા ખાતેની રેસ્ટોરાંના એક ગ્રાહકને આપેલા ૬,૧૫,૦૬૫ દિરહામ (એઇડી) (લગભગ ૧.૩૬ કરોડ રૂપિયા)ના બિલની તસવીર સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.
૧૭ નવેમ્બરના આ બિલ મુજબ ગ્રાહકે વિશ્વની સૌથી મોંઘી મનાતી આલ્કોહૉલની અનેક બૉટલ ઑર્ડર કરી હતી. સોલ્ટબાએ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું હતું કે ગુણવત્તા મેળવનારાઓએ યાદ રાખવું જોઈએ કે ગુણવત્તા ધરાવતી ચીજ ક્યારેય મોંઘી નથી હોતી.

