સરિતા પોતાના ટાઇગર નામના પેટ ડૉગ માટે સોનાની ચેઇન ખરીદવા આવી હતી એની ક્લિપ છે.
ડૉગીના જન્મદિન નિમિત્તે સોનાની ચેઇન
મુંબઈમાં સરિતા સલતાના નામની એક મહિલાએ ગયા મહિને પોતાના ડૉગીના જન્મદિન નિમિત્તે સોનાની ચેઇન ખરીદી હતી. ૩૫ ગ્રામ સોનાની અઢી લાખ રૂપિયાની ચેઇન તેણે ચેમ્બુરની અનિલ જ્વેલર્સ નામની શૉપમાંથી ખરીદી હતી. આ શૉપના માલિક પીયૂષ જૈને સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો હતો જેમાં સરિતા પોતાના ટાઇગર નામના પેટ ડૉગ માટે સોનાની ચેઇન ખરીદવા આવી હતી એની ક્લિપ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે ડૉગ માલિકણની સાથે જ્વેલરી શૉપમાં આવ્યો છે. માલિકણ તેને માટે ચેઇન પસંદ કરતી હોય છે ત્યારે તે ખૂબ શાંતિથી બેસી રહે છે, પણ જેવું તેની માલિકણ ચેઇન એને બતાવે છે અને ગળામાં લટકાવે છે ત્યારે ઊછળકૂદ કરીને પૂંછડી પટપટાવવા માંડે છે.

