સાઇકલને પાછલા પૈડા પર બૅલૅન્સ કરે છે અને છેક કિનારીએ આવીને કૂદકો લગાવે છે
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
સોશ્યલ મીડિયા ઍક્સ (અગાઉનું ટ્વીટર) પર એક વિડિયો શૅર થયો હતો જેમાં અનુભવી સાઇક્લિસ્ટ ખાસ્સા પહોળા એવા નાળાની એક કિનારી પર ઊભો છે. સાઇકલને પાછલા પૈડા પર બૅલૅન્સ કરે છે અને છેક કિનારીએ આવીને કૂદકો લગાવે છે અને સામેના છેડા પર પણ સાઇકલના પાછલા પૈડાને ટચ કરીને ઊંચો થઈ જાય છે. આટલા મોટા નાળાને કોઈ સાઇકલ સાથે કૂદકો મારીને પાર કરી દે એ જોઈને લોકો દંગ રહી ગયા છે. કોઈકે આને ફિઝિક્સની કમાલ બતાવી છે અને પછી તો લોકો એ ચર્ચામાં લાગી પડ્યા કે ખરેખર આ ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોને કારણે સાઇકલ કુદાવી શક્યો છે કે પછી તેની ચપળતા અને ફિઝિકલ સ્ટ્રેન્ગ્થને કારણે? જે હોય એ, પણ ભાઈએ કામ ખરેખર ઇમ્પ્રેસિવ કર્યું છે.

