મધ્ય પ્રદેશના સિરોંજ ગામે નબાબ ખાન નામના એક ખેડૂતના ઘરે શુક્રવારે ૧૧ નવેમ્બરે એક વિચિત્ર ચહેરો ધરાવતા બકરીના બચ્ચાનો જન્મ થયો છે.

‘માનવ ચહેરા’ને કારણે બકરી ફેમસ થઈ
મધ્ય પ્રદેશના સિરોંજ ગામે નબાબ ખાન નામના એક ખેડૂતના ઘરે શુક્રવારે ૧૧ નવેમ્બરે એક વિચિત્ર ચહેરો ધરાવતા બકરીના બચ્ચાનો જન્મ થયો છે. આ બકરીના બચ્ચાનો ચહેરો માણસ જેવો લાગે છે. એની આંખો ચશ્માં પહેર્યાં હોય એવી લાગે છે તથા ચહેરો હૂબહૂ સૅન્ટા ક્લૉઝને મળતો આવે છે. નબાબ ખાન પાસેની એક ભેંસ અને સાત બકરીમાંથી પહેલી વાર એક પ્રાણીએ બચ્ચાને જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાના વિચિત્ર મોઢાને કારણે તેને સિરિન્જથી દૂધ પિવડાવવું પડે છે. બચ્ચાની આંખની આસપાસ કાળું કૂંડાળું ચશ્માં પહેર્યાં હોવાનો આભાસ કરાવે છે. બચ્ચાના માથા પર અને દાઢીની આસપાસ જાડા સફેદ ફરને કારણે એનો દેખાવ સૅન્ટા ક્લૉઝ જેવો દેખાય છે.