એક યુવાન અમેરિકન માછીમાર ચાર્લી ક્લિન્ટન સાથે બન્યું. માછીમારી દરમ્યાન ચાર્લીના હાથે કશીક એવી વસ્તુ લાગી જેનાથી બધા ચોંકી ગયા.
Offbeat News
માછીમારે પકડી માણસ જેવા દાંતવાળી માછલી
વિશ્વભરમાં લાખો લોકો માછીમારી કરે છે. ક્યારેક આ તેમના કારોબારનો ભાગ બની જાય છે, તો ક્યારેક લોકો શોખ તરીકે માછીમારી કરે છે. ઘણી વાર માછીમારી દરમ્યાન આવી કેટલીક માછલીઓ પણ જાળમાં ફસાઈ જાય છે જે ખૂબ દુર્લભ હોય છે.
એવું જ કંઈક તાજેતરમાં એક યુવાન અમેરિકન માછીમાર ચાર્લી ક્લિન્ટન સાથે બન્યું. માછીમારી દરમ્યાન ચાર્લીના હાથે કશીક એવી વસ્તુ લાગી જેનાથી બધા ચોંકી ગયા. જ્યારે તે નજીકના તળાવમાં માછલી પકડવા ગયો ત્યારે તેણે એક અસામાન્ય માછલી જોઈ, જેના દાંત માણસ જેવા દેખાતા હતા.
ઓક્લાહોમા ડિપાર્ટમેન્ટ ઑફ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન દ્વારા એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ અનોખી માછલી વિશેની માહિતી શૅર કરવામાં આવી હતી.
આ માછલી પૈસ્યુ વંશની હોવાનું માનવામાં આવે છે, જે દક્ષિણ અમેરિકાનાં સ્થળાંતરિત પ્રાણીઓનો સમૂહ છે. આ માછલી પીરાના માછલીઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. માનવ જેવા દાંત હોવા છતાં અને પીરાના સાથે સંબંધિત હોવા છતાં આ માછલી મનુષ્ય માટે હાનિકારક નથી. ઓક્લાહોમા વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશનના અધિકારીઓએ જણાવ્યા અનુસાર ક્લિન્ટને પકડેલી પૈસ્યુની ચોક્કસ પ્રજાતિ હજી પણ વણઓળખાયેલી છે, જ્યારે આ માછલી ૩.૫ ફુટ લાંબી છે અને એનું વજન ૪૦ કિલો જેટલું છે.