આ વિડિયોની ખાસ વાત એ છે કે એને એ રીતે કૅપ્ચર કરવામાં આવ્યો છે કે એના બૅકગ્રાઉન્ડમાં ડુંગર જોવા મળે છે
પાણીમાં જોવા મળ્યું વંદે ભારત ટ્રેનનું સુંદર રિફ્લેક્શન
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાન મનસુખ માંડવિયાએ રિસન્ટલી ભારતના કોઈ રૂરલ એરિયામાંથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો મંત્રમુગ્ધ કરતો એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોની ખાસ વાત એ છે કે એને એ રીતે કૅપ્ચર કરવામાં આવ્યો છે કે એના બૅકગ્રાઉન્ડમાં ડુંગર જોવા મળે છે. ટ્રૅકની બાજુમાં જળાશય છે અને એના પાણીમાં ટ્રેનનું સુંદર રિફ્લેક્શન જોવા મળે છે. ટ્રેન પાણીમાં એના રિફ્લેક્શનને કારણે વધારે શાનદાર લાગે છે.


