જોકે કેટલાક કીડાઓમાં ઇન્ફેક્શન અને ચોક્કસ પ્રકારના ઝેરી બૅક્ટેરિયા હોવાની સંભાવના વધુ હોય છે એટલે કીડા ખાતાં પહેલાં એનું ધ્યાન રાખવું જરૂરી છે.
જેન લેન્ડિસ
અમેરિકાના ઍરિઝૉનામાં રહેતા ૨૪ વર્ષના જેન લેન્ડિસ નામના યુવાનને રોજ ૧૦૦ જીવતા કીડા ખાવાની આદત છે. નવાઈની વાત એ છે કે તે આવું ભૂખ મટાડવા માટે કરતો હોય એવું નથી. તેને જીવતા કીડા મોંમાં નાખવાથી કીડાનો સળવળાટ થાય એનાથી મસાજ જેવી ફીલ આવે છે. આ મસાજનો લુત્ફ ઉઠાવવા માટે તે જીવતા કીડા ખાય છે. કીડા જીભ પર ફરે એનાથી ગુદગુદી થાય છે જેનાથી ટંગ મસાજ થતો હોય એવું લાગે છે. દરેક કીડાની ચાલવાની ગતિ અને પૅટર્ન જુદી હોય છે એટલે દરેક વખતે અલગ-અલગ પ્રકારની ફીલ મળે છે. જેનને ઝિંગા, મીલ વર્મ્સ અને કેટલાક પ્રકારના કૉક્રૉચ ખાવામાં પણ વાંધો નથી. જેનની દલીલ છે કે ચિકન અને માંસની સરખામણીએ આ કીડાઓમાં ઓછી માત્રામાં વધુ પ્રોટીન અને વિટામિન્સ મળી રહે છે. કીડા પાળવા માટે પણ બહુ ઓછી જગ્યાની જરૂર પડે છે એટલે તે પોતાના કીડા જાતે જ ઉછેરે છે અને જાતે જ એને આરોગે છે. કીડાનો ઉછેર કરવામાં પાણીનો ઉપયોગ પણ બહુ ઓછો થાય છે એટલે ધરતીના સ્રોતોનું સંરક્ષણ થાય છે. જોકે કેટલાક કીડાઓમાં ઇન્ફેક્શન અને ચોક્કસ પ્રકારના ઝેરી બૅક્ટેરિયા હોવાની સંભાવના વધુ હોય છે એટલે કીડા ખાતાં પહેલાં એનું ધ્યાન રાખવું જરૂરી છે.


