હાલ સોશ્યલ મીડિયા પર એક હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થઈ રહ્યો છે.
બેબી ચિમ્પાન્ઝી અને માતાનું થયું મિલન
હાલ સોશ્યલ મીડિયા પર એક હૃદયસ્પર્શી વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઑસ્ટ્રેલિયાના રોખામ્પ્ટન ઝૂમાં આખી રાત એક વેટરનરી કૅરમાં વિતાવ્યા બાદ પોતાની સરોગેટ માતાને મળતું બેબી ચિમ્પાન્ઝી ગંડાલી એને વળગી પડ્યું હતું. આ બેબી ચિમ્પાન્ઝીને સર્પદંશના એક દિવસ બાદ એની બાકીની ટુકડી સાથે ફરી મળાવતાં પહેલાં એની સરોગેટ મધર સમન્થાને મળાવવી જરૂરી હતું. રોખામ્પ્ટન ઝૂના એક અહેવાલ પ્રમાણે ગંડાલીની તબિયત સંપૂર્ણ સુધારા પર છે. ઝૂકીપર સી. આર. રુધરફૉર્ડ જણાવે છે કે ગંડાલી આ સવારે જ રોખામ્પ્ટન ઝૂમાં ફરી આવ્યું, જ્યાં એને ધીમે-ધીમે ફરી એની ટુકડીને મળાવવામાં આવશે. એને એની માતા સાથે પહેલાં જ મળાવી ચૂક્યા છે, જ્યારે એની માતાને જોઈને આ બેબી ચિમ્પાન્ઝી ટિંગાઈ ગયું હતું. સાચે જ આ ખૂબ સુંદર દૃશ્ય હતું. ગંડાલી પાછું ફરતાં એના પર અને એની ટુકડી પર રોખામ્પ્ટન ઝૂકીપર નજીકથી નજર રાખી રહ્યા છે.