એક સમયે ઘણીબધી વસ્તુ કરવામાં એક કળા રહેલી હોય છે, પણ એકસાથે ૮ સળગતી રિંગને કમર પર રાખી ફરાવવા માટે સાચે એક સ્કિલ માગી લે છે.

૮ સળગતી હુલાહૂપ ફરાવીને તોડ્યો વર્લ્ડ રેકૉર્ડ
એક સમયે ઘણીબધી વસ્તુ કરવામાં એક કળા રહેલી હોય છે, પણ એકસાથે ૮ સળગતી રિંગને કમર પર રાખી ફરાવવા માટે સાચે એક સ્કિલ માગી લે છે. આ રેકૉર્ડ પહેલાં ફ્લૉરિડાની એપ્રિલ ચોઇના નામે હતો, જેણે ૬ રિંગ સાથે નવેમ્બરમાં રેકૉર્ડ બનાવ્યો હતો. અમેરિકાની ૩૦ વર્ષની ગુડ સૌથી વધુ (૮) સળગતી રિંગ સાથે બૅલૅન્સ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડધારકોના ૨૦૨૪ના ગ્રુપમાં સામેલ થઈ ગઈ છે. ગિનેસ પ્રમાણે તેણે ૧૮ વર્ષથી જ તેનું પૅશન ફૉલો કરવાનું શરૂ કરી દીધું અને સખત મહેનત તેમ જ ટ્રેઇનિંગ કરી આ રેકૉર્ડ હાંસલ કર્યો છે. તેણે એકસમાન રસ ધરાવતા જૂથ સાથે યોગ જેવી બૉડી-માઇન્ડ ઍક્ટિવિટી શરૂ કરી. ત્યાર બાદ તેણે પરંપરાગત હુલાહૂપની શરૂઆત કરી. ગુડે ગિનેસ સાથે શૅર કરતાં જણાવ્યું કે ‘મેં હુલાહૂપની શરૂઆત કરી અને એમાં જ વધુ ને વધુ શીખતી ગઈ. દેખીતી રીતે હું આગ અને ઍક્રોબૅટિક એરિયલ સાથે પર્ફોર્મ કરવા માંડી. એ પછી જાણે બાકી બધો ઇતિહાસ બની ગયો. ગુડે ડિસેમ્બરમાં એકસાથે ૨૮ હુલાહૂપને એક વિશાળ બૉલ પર બૅલૅન્સ કરતાં ફરાવીને વર્લ્ડ રેકૉર્ડ સ્થાપ્યો હતો.