છેક ૬૫ વર્ષની ઉંમરે દીકરીએ તેમને કંઈક નવું શીખવા માટે પ્રેર્યાં અને તેમણે એ પ્રેરણામાં રહેલો પડકાર ઝીલી લીધો.
આ દાદીને લોકો ગ્રૅન્ડમા લિયુ તરીકે ઓળખે છે
ચીનમાં ૬૮ વર્ષનાં લિયુ નામનાં દાદીનો સ્કેટબોર્ડિંગ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ દાદીને લોકો ગ્રૅન્ડમા લિયુ તરીકે ઓળખે છે. સિચુઆન પ્રાંતના ચેન્ગડુ શહેરમાં રહેતાં લિયુદાદી ખૂબ આત્મવિશ્વાસપૂર્વક સ્કેટબોર્ડ ચલાવી શકે છે એટલું જ નહીં, એની સાથે જાતજાતની ટ્રિક્સ પણ કરી શકે છે. ઉંમર થઈ ગયા પછી અમુક કામ ન થઈ શકે એવું લિયુદાદીને જોઈને લાગતું જ નથી. આ દાદીએ ૨૦૨૨માં સ્કેટબોર્ડિંગ શીખવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાની ઉંમર છતાં ઉત્સાહ અને દૃઢ સંકલ્પશક્તિથી આ કળા હસ્તગત કરી હતી. તેઓ યુવાનીના દિવસોમાં ટેબલ ટેનિસ અને રનિંગ જેવી રમતોમાં ભાગ લેતાં હતાં, પણ રૂટીન જીવનમાં વ્યસ્ત થયા પછી જીવન બેઠાડુ થઈ ગયું હતું. છેક ૬૫ વર્ષની ઉંમરે દીકરીએ તેમને કંઈક નવું શીખવા માટે પ્રેર્યાં અને તેમણે એ પ્રેરણામાં રહેલો પડકાર ઝીલી લીધો.


