ઘાનામાં છોકરીઓની લગ્નની લઘુતમ વય ૧૮ વર્ષની છે છતાં મોટી સંખ્યામાં બાળલગ્નો બેરોકટોક થતાં હોય છે.
૬૩ વર્ષના નુમો બોર્કેતે
આફ્રિકન દેશ ઘાનામાં હાલમાં થયેલા એક લગ્નના કારણે વિવાદ સર્જાયો છે. ઘાનામાં મૌલવીનું કામ કરતા ૬૩ વર્ષના નુમો બોર્કેતેએ વાજતેગાજતે ૧૨ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યાં હતાં એટલું જ નહીં, બાળકી ૬ વર્ષની હતી ત્યારે જ તેનાં લગ્ન પોતાના દાદાની ઉંમરના મૌલવી સાથે કરવાનું નક્કી થઈ ગયું હતું. ઘાનાના સમાજના ધાર્મિક રીતરિવાજ મુજબ લગ્ન તો થઈ ગયાં પણ પૌત્રીની ઉંમરની બાળકી સાથેનાં લગ્નનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. ઘાનામાં મોટી ઉંમરના પુરુષોનાં નાની વયની છોકરી સાથેનાં આ કંઈ પહેલાં લગ્ન નથી, પણ સોશ્યલ મીડિયાના પ્રસારને કારણે મોટી સંખ્યામાં લોકોએ આ લગ્નની ટીકા કરી હતી. જોકે આ લગ્નને સામાજિક પરંપરા અનુસાર ગણાવી એને સપોર્ટ કરનારા પણ ઓછા નહોતા. ઘાનામાં છોકરીઓની લગ્નની લઘુતમ વય ૧૮ વર્ષની છે છતાં મોટી સંખ્યામાં બાળલગ્નો બેરોકટોક થતાં હોય છે.