ત્રણ દિવસ ચાલનારી આ લિલામી આગામી ૨૦ સપ્ટેમ્બરે શરૂ થશે, જેમાં નેધરલૅન્ડર રૉબર્ટ વાન ડેર હુર્ટની માલિકીની ડિન્કી મેમોરેબિલિયાના વિશાળ સંગ્રહનું પ્રદર્શન કરશે

qરમકડાની કારના લિલામીમાં ૨.૩૦ કરોડ રૂપિયા ઊપજશે
વિશ્વના કારના વ્યાપક કલેક્શનમાંનું એક મનાતું ડિન્કી ટૉય્સ મૉડલ કારના સંગ્રહની આવતા અઠવાડિયે લિલામી થશે, ૩૫ વર્ષમાં સંગ્રહાયેલી આ રમકડાની કારના લિલામીમાં ૨.૫૦ લાખ પાઉન્ડ (લગભગ ૨.૩૦ કરોડ રૂપિયા) મળવાની આશા છે.
ત્રણ દિવસ ચાલનારી આ લિલામી આગામી ૨૦ સપ્ટેમ્બરે શરૂ થશે, જેમાં નેધરલૅન્ડર રૉબર્ટ વાન ડેર હુર્ટની માલિકીની ડિન્કી મેમોરેબિલિયાના વિશાળ સંગ્રહનું પ્રદર્શન કરશે. ડિન્કી ટૉય્સના નિર્માતાઓના જણાવ્યા અનુસાર આ ઉચ્ચ ગુણવત્તાનો સંગ્રહ ખુલ્લી બજારમાં ભાગ્યે જ જોવા મળતો હોવાથી વૈશ્વિક સંગ્રાહકો આ લિલામી પ્રત્યે આકર્ષાયા છે.
હરાજી માટે રખાયેલી વસ્તુઓમાં યુદ્ધ પહેલાંની બેન્ટલ્સ ડિલિવરી ટ્રક, દુર્લભ કૅનેડિયન ઇશ્યુ સિમ્પસન સ્પોર્ટ્સ ઍન્ડ રેસ કારના સેટનો સમાવેશ છે. ડચ કલેક્ટરે ડિન્કી ટૉય્સનું પ્રથમ મૉડલ ૧૯૮૫માં નેધરલૅન્ડ્સના રિજસેન સ્થિત એક સ્થાનિક સ્ટોરમાંથી ખરીદ્યું હતું, તેમને બ્રિટિશ ટૉય્સ ઘણાં ગમ્યાં હતાં. ફોડેન મૉડલની ટ્રક તેમને એટલી ગમી હતી કે એનાં તેમની પાસે ૫૬ જેટલાં વર્ઝન હતાં. લગભગ ત્રણ દસકા પછી તેમણે પોતાની પાસેના સંગ્રહની લિલામી કરવાનો નિર્ણય કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં અને આવી ગુણવત્તાનાં રમકડાંના સંગ્રહ ખુલ્લા બજારમાં ભાગ્યે જ જોવા મળે છે એમ તેમણે કહ્યું હતું.