વળી જિમમાં પણ તેઓ મેકઅપ કરીને જાય છે અને ઘરેણાં પણ પહેરે છે

ટેરેસા મૂર
ડૉક્ટરો કહે છે કે જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો નિયમિત વ્યાયામ કરવો જરૂરી છે, પછી ભલે તમારી ઉંમર ગમે એટલી હોય. સિનિયર સિટિઝન્સ સામાન્ય રીતે એવું નથી કરતા, ઘણાને થાક લાગી જાય છે. કોઈને પગમાં, તો કોઈને કમરમાં દુખાવો હોય છે, પરંતુ અમેરિકાનાં ૧૦૩ વર્ષનાં એક દાદી દરરોજ જિમમાં જાય છે. તેમની ફિટનેસ જોઈને તમે કહી ઊઠશો, ‘વાહ...’ આ દાદી કૅલિફૉર્નિયામાં રહેતાં ટેરેસા મૂર છે, જેઓ સપ્તાહમાં ચારથી પાંચ દિવસ જિમમાં જાય છે. વળી જિમમાં પણ તેઓ મેકઅપ કરીને જાય છે અને ઘરેણાં પણ પહેરે છે. દાદીને જિમમાં તમે વજન ઉઠાવતાં અને ટ્રેડમિલ પર ચાલવાની મજા ઉઠાવતાં જોઈ શકો છે.