16 ફેબ્રુઆરીના રોજ સંદેશખાલીની મુલાકાત લેવા આવનાર ભાજપના 6 સભ્યોના પ્રતિનિધિમંડળને પશ્ચિમ બંગાળ પોલીસે અટકાવી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જ્યારે પીડિતોને મળવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. પ્રતિનિધિમંડળના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ગુનેગારો અને ગુંડાઓને રક્ષણ આપી રહી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 6 સભ્યોના પ્રતિનિધિમંડળની રચના કરી હતી.