યુપીમાં લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે આશ્ચર્યજનક હતા. રામ મંદિરના ઉદ્ઘાટનના માત્ર 4 મહિનાની અંદર જ ભાજપે ફૈઝાબાદ લોકસભા બેઠક ગુમાવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપના લલ્લૂ સિંહને સમાજવાદી પાર્ટીના અવદેશ પ્રસાદ સિંહે પરાજિત કર્યા છે. રિપોર્ટ મુજબ અયોધ્યાના નાના વેપારીઓ ભાજપ પ્રત્યે નારાજ છે.












