તસવીર: PTI
Updated
1 year 2 weeks 2 days 4 hours 6 minutes ago
05:58 PM
Aditya L1 Launch Live: આજના મિશને લીધી 73 મિનિટ, આવતીકાલે પ્રથમ અર્થબાઉન્ડ ફાયરિંગ
લિફ્ટ ઑફ થયા બાદની લગભગ 63 મિનિટ પછી રોકેટે આદિત્ય-એલ1ને બહાર કાઢ્યું હતું અને ચોથા તબક્કો પૂર્ણ કર્યા પછી લગભગ 73 મિનિટમાં આખું મિશન સમાપ્ત થયું હતું. આદિત્ય L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ થતાં જ ISROએ કહ્યું હતું કે આવતીકાલે પ્રથમ અર્થબાઉન્ડ ફાયરિંગ નિર્ધારિત કરવામાં આવી છે.
Updated
1 year 2 weeks 2 days 5 hours 43 minutes ago
04:21 PM
Aditya L1 Launch Live: આદિત્ય-L1એ પાવર જનરેટ કરવાની કરી શરૂઆત
ISROએ જણાવ્યું હતું કે આદિત્ય-L1એ પાવર જનરેટ કરવાનું શરૂ કરી દીધું છે. અને ભ્રમણકક્ષાને વધારવા માટે પ્રથમ અર્થબાઉન્ડ ફાયરિંગ 3 સપ્ટેમ્બર, 2023ના રોજ લગભગ 11:45ના રોજ કરવામાં આવશે.
Updated
1 year 2 weeks 2 days 8 hours 2 minutes ago
02:02 PM
Aditya L1 Launch Live: ISROના વડા એસ સોમનાથે વ્યક્ત કર્યો રાજીપો
ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય L1ના સફળ લોન્ચિંગ બાદ ISROના વડા એસ સોમનાથે કહ્યું કે, "હું PSLVને આદિત્ય-L1 મિશન માટે અભિનંદન આપું છું. હવેથી, મિશન તેની યાત્રા શરૂ કરશે. આ લગભગ 125 દિવસની ખૂબ લાંબી યાત્રા છે. આદિત્ય-L1 અવકાશયાનને PSLV રોકેટથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે.
Updated
1 year 2 weeks 2 days 8 hours 35 minutes ago
01:29 PM
Aditya L1 Launch Live: પીએમ મોદીએ ઈસરોને પાઠવ્યા અભિનંદન
પીએમ મોદીએ ઈસરોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-L1ના સફળ પ્રક્ષેપણ માટે ISROના અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજણ વિકસાવવા માટે અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.