આ ક્રીએટિવિટી લોકોને બહુ પસંદ આવી રહી છે. ભોજપુરી કવિતાનું પહેલું મુખડું છે – ‘જૉનિયા રે જૉનિયા, હાં બાબુજી, ચીની ખઈલેબાની, ન બાબુજી. જૂઠ મતિ બોલિએ, હાં બાબુજી. મુંહવા તો ખોલ, હાં બાબુજી’
‘જૉની જૉની યસ પાપા..’નું ભોજપુરી વર્ઝન બનાવ્યું ‘જૉનિયા રે જૉનિયા, હાં બાબુજી..’
ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ @meme.centre0 પર તાજેતરમાં એક વિડિયો પોસ્ટ થયો છે જેમાં એક સ્કૂલની વિદ્યાર્થિનીએ ‘જૉની જૉની યસ પાપા..’ કવિતાનું ભોજપુરી વર્ઝન બનાવ્યું છે. દાયકાઓથી કિન્ડરગાર્ટનમાં બાળકોને અંગ્રેજી કવિતાઓ શીખવવામાં આવે છે અને ‘જૉની જૉની...’ પોએમ તો ભાગ્યે જ કોઈ હશે જેણે ન સાંભળી કે ગાઈ હોય. એવામાં એક છોકરીએ અંગ્રેજી કવિતા પોતાની માતૃભાષા ભોજપુરીમાં ટ્રાન્સલેટ કરી છે એટલું જ નહીં, જાતે જ મ્યુઝિક આપીને ગાઈ છે. તે પિયાનો વગાડીને સાથે કવિતા ગાય છે. આ ક્રીએટિવિટી લોકોને બહુ પસંદ આવી રહી છે. ભોજપુરી કવિતાનું પહેલું મુખડું છે – ‘જૉનિયા રે જૉનિયા, હાં બાબુજી, ચીની ખઈલેબાની, ન બાબુજી. જૂઠ મતિ બોલિએ, હાં બાબુજી. મુંહવા તો ખોલ, હાં બાબુજી’




