સરકારની ભલામણ પર બીબીસી પોસ્ટ પર નિયુક્ત થવાના થોડાક અઠવાડિયા પહેલા, સાર્વજનિક રીતે નાણાં પોષિત રાષ્ટ્રીય પ્રસારક બીબીસી તેમને ખસેડવા માટે દબાણમાં હતી.

બોરિસ જૉનસન (ફાઈલ તસવીર)
બીબીસીના અધ્યક્ષ રિચર્ડ શાર્પે સરકારી નિયુક્તિઓથી સંબંધિત સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવાને લઈને એક રિપૉર્ટ સામે આવ્યા બાદ રાજીનામું આપી દીધું છે. સરકારની ભલામણ પર બીબીસી પોસ્ટ પર નિયુક્ત થવાના થોડાક અઠવાડિયા પહેલા, સાર્વજનિક રીતે નાણાં પોષિત રાષ્ટ્રીય પ્રસારક બીબીસી તેમને ખસેડવા માટે દબાણમાં હતી.
રાજીનામાં પર કહી આ વાત
રિપૉર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કન્ઝરવેટિવ પાર્ટીના ડોનર રિચર્ડ શાર્પે 2021માં તત્કાલીન પ્રધાનમંત્રી બોરિસ જૉનસન માટે ઋણની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. શાર્પે કહ્યું કે તે નિયમોથી અજાણ્યા હતા અને ઉલ્લંઘન કર્યા બાદ બીબીસીના હિતને પ્રાથમિકતા આપવા માટે રાજીનામું આપી રહ્યા છે.
આ પણ વાંચો : BMCએ મલાડમાં પ્રખ્યાત MM મીઠાઈવાલાના આઉટલેટ પર ચલાવ્યું બુલડોઝર, જુઓ તસવીરો
જૂન સુધી પદ પર જળવાઈ રહેશે
શાર્પે કહ્યું કે તે પોતાના ઉત્તરાધિકારીને શોધવા માટે સરકારને સમય આપવા માટે સહેમત છે. તેમણે કહ્યું કે તે જૂનના અંત સુધી પદ પર જળવાઈ રહેવા માટે રિક્વેસ્ટ માની રહ્યા છે.