કેન્દ્રીય પ્રધાન સાવિત્રી ઠાકુરનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયા બાદ કૉન્ગ્રેસે પ્રધાનની લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા
કેન્દ્રીય પ્રધાન સાવિત્રી ઠાકુર
મધ્ય પ્રદેશમાં ‘સ્કૂલ ચલો અભિયાન’ના કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય પ્રધાન સાવિત્રી ઠાકુર ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ સૂત્ર પણ નહોતાં લખી શક્યાં. તેમનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ થયા બાદ કૉન્ગ્રેસે પ્રધાનની લાયકાત પર સવાલ ઉઠાવ્યા હતા. મહિલા અને બાળવિકાસ રાજ્યપ્રધાન સાવિત્રી ઠાકુરે એક સરકારી શાળામાં ‘સ્કૂલ ચલો અભિયાન’ હેઠળ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે વાઇટ બોર્ડ પર હિન્દીમાં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ને બદલે ‘બેઢી પડાઓ બચ્ચાવ’ એવું લખ્યું હતું.

