નાણાપ્રધાને આવકવેરાનો નવો કોડ લાવવાની જાહેરાત કરી છે અને અપેક્ષા રાખીએ કે નવો કોડ અમલીકરણના પ્રશ્નોનો શક્ય એટલો બહેતર ઉકેલ લાવવાની કોશિશ કરશે
સ્નેહલ મુઝુમદાર
કરવેરાના કાયદાની અસ્થિરતા, અસ્પષ્ટતા અને અન્યાયી અમલીકરણ સ્વયં એક કાતિલ અને કરપીણ કરવેરો છે. એ સંબંધે નાણાપ્રધાને આવકવેરાનો નવો કોડ લાવવાની જાહેરાત કરી છે અને અપેક્ષા રાખીએ કે નવો કોડ અમલીકરણના પ્રશ્નોનો શક્ય એટલો બહેતર ઉકેલ લાવવાની કોશિશ કરશે.
અંદાજપત્રમાં નવી યોજના હેઠળ આવકવેરાના દરના માળખામાં ફેરફાર કરી અને પગારદાર કરદાતા માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન પચીસ હજાર વધારી કરભારણ અંશતઃ હળવું કરવામાં આવ્યું છે, જે આવકારદાયક છે. કૅપિટલ ગેઇન્સની જોગવાઈઓમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં કરવેરાના દર ઉપરાંત ઇન્ડેક્સેશનની નાબૂદી ખાસ કરીને મિલકતના હસ્તાંતરણ પર વેરાનો ભાર વધારશે. નવી કરવિવાદ યોજના કાનૂની જંગ કેટલા અંશે ઘટાડે છે એ જોવું રહ્યું. નાણાપ્રધાનનું કાર્ય સંતુલન જાળવવાનું હોય છે. એડમન્ડ બર્કે કહ્યું છે કે, `To tax and to please no more than to love and be wise is not given to men.`
ADVERTISEMENT
- સ્નેહલ મુઝુમદાર, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ

