Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાળકીને ખોળામાં લઈને કામ કરતાં દેખાયાં મેયર, જાણો કેમ છેડાયો વિવાદ

બાળકીને ખોળામાં લઈને કામ કરતાં દેખાયાં મેયર, જાણો કેમ છેડાયો વિવાદ

18 September, 2023 07:11 PM IST | Thiruvananthapuram
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દેશનાં સૌથી નાની ઊંમરના મેયર તરીકે રાષ્ટ્રીય સ્તરે ધ્યાનાકર્ષિત કરનારાં તિરુવનંતપુરમના મેયર આર્યા રાજેન્દ્રનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા

તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા


દેશનાં સૌથી ઓછી ઊંમરના મેયર તરીકે રાષ્ટ્રીય સ્તરે ધ્યાનાકર્ષિત કરનારાં તિરુવનંતપુરમના મેયર આર્યા રાજેન્દ્રનની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આમાં તે કાર્યાલયમમાં પોતાની બાળકીને ખોળામાં લઈને ખુરશી પર બેઠાં છે અને ફાઈલ્સ પર સાઈન કરી રહ્યાં છે. બાળકી સાથે ઑફિસમાં કામ કરતી વખતનો તેમનો આ ફોટો વાયરલ થયા બાદ વિવાદ છેડાયો છે.

મહાપૌર આર્યા રાજેન્દ્રનની પોતાના બાળકને લઈ જઈને ફાઈલ્સની સમીક્ષા કરવાની તસવીર પર જનતાના મિક્સ રિવ્યૂઝ જોવા મળ્યા છે. કેટલાક તેમના સમર્થક અને કેટલાક લોકોએ ટીકા પણ કરી. કેટલાક લોકોએ તેમને એક એવી મહિલાના એક શાનદાર ઉદાહરણ તરીકે વખાણ કર્યા, જે સરળતાથી પોતાની પ્રૉફેશનલ અને પર્સનલ જવાબદારીઓ બન્ને નિભાવે છે. એક આદર્શ વર્ક-લાઈફ બેલેન્સ કરવાની ક્ષમતા પર જોર આપે છે. 


ટીકાકારો પણ સોશિયલ મીડિયા પર સક્રિય
વખાણ સિવાય, તસવીરને ટીકા અને ઑનલાઈન ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. ટીકાકારોએ તસવીરની પ્રમાણિકતા પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે આ માત્ર ફોટો પડાવવાની તક છે. કેટલાકની ટિપ્પણીઓએ તે વિશેષાધિકાર પર પણ પ્રકાશ પાડ્યો જે ઉચ્ચ રેન્કિંગવાળા પદો પર મહિલાઓને મળે છે. જે રોજિંદું કામ કરતાં મજૂરોએ સામનો કરવા પડતા પડકારોથી સાવ જૂદું છે, જેમની પાસે આવા કોઈપણ વિશેષાધિકારોની ઓછ છે.



મેયરની તસવીરથી શરૂ થયો વિવાદ
તસવીરે કાર્યસ્થળોમાં શિશુ ગૃહ કેન્દ્રો સહિત બાળ દેખરેખ સુવિધાઓની જરૂરિયાત વિશે મહત્વપૂર્ણ ચર્ચાઓને સ્થાન આપ્યું છે. આની સાથે જ, સરકારી ઑફિસોમાં બાળકોની હાજરીને હતોત્સાહિત કરવા પાછળ સરકારી નિર્દેશ વિવાદના વિષય તરીકે ફરી સામે આવ્યો છે.

મેયર આર્યા રાજેન્દ્રને વિધેયક સચિન દેવ સાથે કર્યા છે લગ્ન
24 વર્ષીય આર્યા રાજેન્દ્રને 21 વર્ષની ઊંમરમાં 2020માં પદભાર સંભાળ્યા બાદ દેશના સૌથી ઓછી ઊંમરના મેયર તરીકે એક ઓળખ બનાવી હતી. તેમણે માકપા વિધેયક સચિન દેવ સાથે લગ્ન કર્યા છે, જે હાલ કેરળ વિધાનસભામાં સૌથી નાની ઊંમરના વિધેયક છે. છેલ્લે 10 ઑગસ્ટના રોજ બન્નેના ઘરે એક બાળકીએ જન્મ લીધો, જેણે સાર્વજનિક કાર્યાલયમાં મહિલાઓ દ્વારા માતૃત્વ દરમિયાન સામનો કરવામાં આવતા પડકારો અને અવસરો વિશે નેટિઝન્સ વચ્ચે ચર્ચાને વેગ આપ્યો.

18 September, 2023 07:11 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK