સિક્કા વિશે જાણવા જેવી વાતો...

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
નાણાં મંત્રાલય રવિવારે નવા સંસદભવનના ઉદ્ઘાટનના અવસરે ૭૫ રૂપિયાનો એક ખાસ સિક્કો લૉન્ચ કરશે.
સિક્કા વિશે જાણવા જેવી વાતો...
૧) આ સિક્કાની એકબાજુ અશોક સ્તંભનો લાયન કૅપિટલ રહેશે અને એની નીચે ‘સત્યમેવ જયતે’ શબ્દો રહેશે. ડાબી બાજુ દેવનાગરી સ્ક્રિપ્ટમાં ‘ભારત’ શબ્દ લખવામાં આવશે અને જમણી બાજુ ઇંગ્લિશમાં ‘ઇન્ડિયા’ લખવામાં આવશે.
૨) આ સિક્કામાં રૂપિયાનો સિમ્બૉલ અને લાયન કૅપિટલની નીચે ૭૫ રૂપિયાનું અંકિતમૂલ્ય પણ રહેશે.
૩) સિક્કાની બીજી બાજુ પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સની ઇમેજ રહેશે. ઉપરની સાઇડ દેવનાગરી સ્ક્રિપ્ટમાં ‘સંસદ સંકુલ’ લખાણ, જ્યારે નીચેની બાજુ ઇંગ્લિશમાં ‘પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સ’ લખેલું હશે.
૪) ૩૫ ગ્રામનો આ સિક્કો ૫૦ ટકા ચાંદી, ૪૦ ટકા કૉપર, ૫ ટકા નિકલ અને પાંચ ટકા ઝિંકનો બનેલો હશે.