વાઇરલ વિડિયો સંબંધે થયો ખુલાસો
ગઈ કાલે આ જે દિવાલ તૂટી પડી હતી એ જૂના રેલવે-સ્ટેશન પરિસરની છે.
નવા બાંધવામાં આવેલા અયોધ્યા ધામ રેલવે-સ્ટેશનની બાઉન્ડરી વૉલ તૂટી પડી હોવાના અહેવાલો અને વાઇરલ થયેલા વિડિયો સંદર્ભે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB)ના ફૅક્ટ ચેક યુનિટે કરેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે નવા સ્ટેશનની દીવાલને કોઈ નુકસાન થયું નથી, જે દીવાલ તૂટી છે એ જૂના રેલવે સ્ટેશન પરિસરની છે અને પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા થઈ રહેલા ખોદકામ અને આ વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે આમ થયું હતું.
વાઇરલ થયેલા વિડિયો સંદર્ભે રાજકીય નેતાઓએ અને ઇન્ટરનેટ યુઝર્સે અયોધ્યામાં તૈયાર થઈ રહેલા માળખાકીય સુવિધાના બાંધકામની ક્વૉલિટીના મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા.

