રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરોડી લાલ મીણાએ એના વિશે મોટું નિવેદન આપ્યું છે.
યુનિફોર્મ સિવિલ કોડની પ્રતીકાત્મક તસવીર
જયપુર : ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા (યુસીસી) રાજસ્થાનમાં પણ અમલી બની શકે છે. રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરોડી લાલ મીણાએ એના વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે યુસીસી રાજસ્થાનમાં અમલી કરવા માટે તે મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સાથે ચર્ચા કરશે.કિરોડી લાલ મીણાએ કહ્યું કે ‘મૌલવી શરિયતની વાત કરી શકે છે, પણ દેશ બંધારણથી ચાલશે. ધર્મ, જાતિ અથવા ક્ષેત્રના આધાર પર અલગ-અલગ કાયદો અને નિયમ કાયદા ન હોઈ શકે.’ મીણાએ કહ્યું કે ‘યુસીસીનો વિરોધ કરનારો એક નાનો એવો વર્ગ છે. વિરોધની ચિંતા કર્યા વિના યુસીસી અમલી બનાવો.’