તેમણે વાયનાડને પોતાનું ઘર અને અહીંના લોકોને પોતાનો પરિવાર ગણાવ્યો હતો.
રાહુલ ગાંધીએ ગઈ કાલે કેરલાના વાયનાડમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે વાજતેગાજતે સરઘસાકારે પહોંચ્યા હતા.
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરલાની વાયનાડ બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ફૉર્મ ભર્યું હતું. ઉમેદવારી નોંધાવતાં પહેલાં તેમણે રોડ-શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ટેકેદારો ઊમટ્યા હતા. આ રોડ-શોમાં પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતાં. તેમણે વાયનાડને પોતાનું ઘર અને અહીંના લોકોને પોતાનો પરિવાર ગણાવ્યો હતો. રાહુલ ૨૦૧૯માં ૪ લાખથી વધુની સરસાઈ સાથે વાયનાડથી જીત્યા હતા. આ વખતે રાહુલની સામે કેરલાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ કે. સુરેન્દ્રન અને CPI (કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ના એની રાજાએ ઉમેદવારી નોંધાવી છે. કેરલામાં ૨૬ એપ્રિલે મતદાન થશે.