હરિયાણામાં નૂંહ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારે રાતે કૉન્ગ્રેસના વિધાનસભ્ય મામન ખાનની ધરપકડ કરી હતી

ફાઈલ ફોટો
નૂંહ: હરિયાણામાં નૂંહ પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ગુરુવારે રાતે કૉન્ગ્રેસના વિધાનસભ્ય મામન ખાનની ધરપકડ કરી હતી. ૩૧મી જુલાઈએ બ્રજમંડલ જળાભિષેક યાત્રા દરમ્યાન નૂંહ જિલ્લામાં થયેલી કોમી હિંસામાં મામનની સંડોવણી બદલ આ ઍક્શન લેવામાં આવી છે. આ હિંસામાં બે પોલીસ સહિત છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે ફિરોઝપુર ઝિરકાનો વિધાનસભ્ય મામન ખાન તૌફિક નામના એક શકમંદની સાથે સતત ટચમાં હતો જેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.