આ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આ પહેલાંની બીજેપી સરકાર પર ‘૪૦ ટકા ભ્રષ્ટાચાર’ના આરોપો મૂકતી જાહેરાત અખબારોમાં આપવાને લઈને રાજ્યમાં બીજેપીના સચિવ કેશવપ્રસાદે નવમી મેના રોજ આ કેસમાં ફરિયાદ કરી હતી.
રાહુલ ગાંધી ફાઇલ તસવીર
બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા અને શિવકુમારને સમન્સ
કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી બદનક્ષીના એક કેસમાં દોષી ગણાવાયા બાદ સંસદસભ્ય તરીકે ડિસક્વૉલિફાય થયા છે. હવે તેમની વિરુદ્ધ કર્ણાટકમાં બીજો એક બદનક્ષીનો કેસ દાખલ કરવામાં
આવ્યો છે. આ કેસમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડી. કે. શિવકુમાર પણ આરોપી છે. તેમને ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ દ્વારા સમન્સ બજાવવામાં આવ્યા છે. આ રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આ પહેલાંની બીજેપી સરકાર પર ‘૪૦ ટકા ભ્રષ્ટાચાર’ના આરોપો મૂકતી જાહેરાત અખબારોમાં આપવાને લઈને રાજ્યમાં બીજેપીના સચિવ કેશવપ્રસાદે નવમી મેના રોજ આ કેસમાં ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
કાયદાપંચ યુનિફૉર્મ સિવિલ કોડ પર જુદા-જુદા પક્ષકારોના અભિપ્રાય મેળવશે
કાયદાપંચે ગઈ કાલે જણાવ્યું હતું કે એણે યુનિફૉર્મ સિવિલ કોડ માટેની જરૂરિયાત પર નવેસરથી વિચાર કરવાનો તેમ જ લોકો અને ધાર્મિક સંગઠનો સહિત જુદા-જુદા પક્ષકારોના અભિપ્રાય મેળવવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં ૨૧માં કાયદાપંચે આ મુદ્દાની ચકાસણી કરી હતી અને આ મુદ્દા પર જુદા-જુદા પક્ષકારોના અભિપ્રાયો મેળવ્યા હતા.
મણિપુરમાં ફરી હિંસામાં ૯ જણનાં મોત, ૧૦ને ઈજા
મણિપુરમાં ફરી હિંસક ઘટના બની છે. મંગળવારે રાત્રે દસથી સાડાદસ વાગ્યાની વચ્ચે ઇમ્ફાલ (પૂર્વ) અને કાંગપોકપી જિલ્લાની વચ્ચે બૉર્ડર પર આવેલા અગિજંગ ગામમાં
ગોળીબારમાં નવ જણનાં મોત થયાં હતાં, જ્યારે ૧૦ને ઈજા થઈ હતી. હથિયાર સાથે ઉગ્રવાદીઓ એ એરિયામાં ત્રાટક્યા હતા. ઉગ્રવાદીઓને જવાબ આપવા માટે સિક્યૉરિટી ફોર્સ એ એરિયામાં દોડી જતાં સામસામે ગોળીબાર થયો હતો. ઈજાગ્રસ્તોમાંથી એક જણની સ્થિતિ ગંભીર છે. જે એરિયામાં ગોળીબાર થયો છે એની સિક્યૉરિટીની જવાબદારી આસામ રાઇફલ્સને સોંપવામાં આવી છે. એ એરિયામાં સિચુએશન અત્યારે કન્ટ્રોલમાં છે. આદિવાસી કુકી અને મૈતેઈ વચ્ચેની હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૧૫ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૪૦,૦૦૦થી વધુ લોકોનું સ્થળાંતર થયું છે.


