Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > News In Shorts: અમેરિકામાં ગુજરાતી યુવકનું અકસ્માતમાં મૃત્યુ

News In Shorts: અમેરિકામાં ગુજરાતી યુવકનું અકસ્માતમાં મૃત્યુ

03 June, 2023 11:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના \ઓહાયોમાં ૩૦ વર્ષના ગુજરાતીનું કાર-અકસ્માતમાં મૃત્યુ થયું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકામાં ગુજરાતી યુવકનું અકસ્માતમાં મૃત્યુ
વૉશિંગ્ટન (પી.ટી.આઇ.)ઃ અમેરિકાના \ઓહાયોમાં ૩૦ વર્ષના ગુજરાતીનું કાર-અકસ્માતમાં મૃત્યુ થયું છે. ઓહાયો સ્ટેટ હાઇવે પૅટ્રોલની નૉર્વોક પોસ્ટે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે મિલન હિતેશભાઈ પટેલ મંગળવારે વહેલી સવારે સાડાચાર વાગ્યે સ્ટેટ રૂટ ૬૧ પર ઉત્તર તરફ જઈ રહ્યો હતો એ સમયે તેની કાર બેકાબૂ થઈને રોડની જમણી તરફ વળવા લાગી અને એક ખાડામાં પડી ગઈ હતી. 

અરિહા તેના પેરન્ટ્સને શક્ય એટલી વહેલી સોંપવા ભારતે જર્મનીને જણાવ્યું



નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ ભારતે છેલ્લા વીસ મહિના કરતાં વધારે સમયથી બર્લિનમાં એક ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાં રહેતી એક ગુજરાતી બાળકી શક્ય એટલી વહેલી તેનાં માતા-પિતાને સોંપવા માટે ગઈ કાલે જર્મનીને અપીલ કરી હતી. ભારતે ભારપૂર્વકે જણાવ્યું હતું કે બાળક તેની મૂળ ભાષા, ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક માહોલમાં રહે એ તેના માટે જરૂરી છે. જર્મન ઑથોરિટીઝે ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ અરિહા શાહની કસ્ટડી લીધી હતી, ત્યારે તે સાત મહિનાની હતી. તેના જ પેરન્ટ્સ પર તેને હૅરૅસ કરવાનો આરોપ છે. 


પીએમ મોદી અમેરિકન કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશનને સંબોધશે
વૉશિંગ્ટન ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની તેમની ઑફિશ્યલ વિઝિટ દરમ્યાન ૨૨ જૂને અમેરિકન કૉન્ગ્રેસના જૉઇન્ટ સેશનને સંબોધશે. કૉન્ગ્રેસના ટોચના લીડર્સે ગઈ કાલે આ જાહેરાત કરી હતી. તેમણે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘યુનાઇટેડ સ્ટેટ્સ હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટની દ્વિપક્ષીય લીડરશિપ તરફથી ગુરુવારે ૨૨ જૂને કૉન્ગ્રેસની જૉઇન્ટ મીટિંગને સંબોધવા માટે તમને (વડા પ્રધાન મોદીને) આમંત્રણ આપતાં અમે ગર્વ અનુભવીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2023 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK