તે રાહુલની બાજુમાં ચાલતી જોવા મળી હતી
પૂજા ભટ્ટ અને રાહુલ ગાંધી
પૂજા ભટ્ટ જોડાઈ ભારત જોડો યાત્રામાં
ઍક્ટર પૂજા ભટ્ટ ગઈ કાલે હૈદરાબાદમાં ભારત જોડો યાત્રામાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની સાથે જોડાઈ હતી. તે રાહુલની બાજુમાં ચાલતી જોવા મળી હતી. આ રીતે તેણે પાર્ટી અને રાહુલને સપોર્ટ આપ્યો હતો.
ADVERTISEMENT
મની લૉન્ડરિંગ કેસમાં ઝારખંડના સીએમને ઈડીનું તેડું
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ ઝારખંડમાં ગેરકાયદે માઇનિંગના સંબંધમાં મની લૉન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે આજે હાજર રહેવા રાજ્યના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને સમન્સ બજાવ્યું છે. રાજ્યની રાજધાની રાંચીમાં ઈડીની પ્રાદેશિક ઑફિસમાં હાજર થવા સોરેનને કહેવામાં આવ્યું છે. ઈડી પીએમએલએ (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ) હેઠળ તેમનું સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરવા ઇચ્છે છે. ઈડીએ આ પહેલાં સોરેનના રાજકીય સાથી પંકજ મિશ્રા અને અન્ય બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પીએમે ગેહલોટની પ્રશંસા કરી તો પાઇલટે આપી ચેતવણી
જયપુરઃ રાજસ્થાનના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ઊથલપાથલની સ્થિતિ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સરકારી કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોટની પ્રશંસા કરી તો એની ચર્ચા થવા લાગી. કૉન્ગ્રેસના નેતા અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઇલટે એને ‘ખૂબ મજેદાર ઘટનાક્રમ’ ગણાવ્યો હતો. સાથે ચેતવણી આપી હતી કે પાર્ટીએ એને હળવાશથી ન લેવું જોઈએ. હવે ગેહલોટે સલાહ આપી કે ‘તેમણે’ આવી કમેન્ટ્સ ન કરવી જોઈએ અને દરેકે શિસ્તનું પાલન કરવું જોઈએ.


