Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરળના દરિયાકાંઠે સિંગાપોરના જહાજમાં વિસ્ફોટ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે ૧૮ લોકોને બચાવ્યા

કેરળના દરિયાકાંઠે સિંગાપોરના જહાજમાં વિસ્ફોટ, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે ૧૮ લોકોને બચાવ્યા

Published : 09 June, 2025 03:50 PM | Modified : 10 June, 2025 07:01 AM | IST | Kerala
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોમવારે સવારે કેરળ કિનારા નજીક સિંગાપોરના મુખ્ય કન્ટેનર જહાજ `MV વાન હૈ 503` માં વિસ્ફોટ થયો હતો; ૨૭૦ મીટર લાંબુ આ જહાજ ૭ જૂને કોલંબોથી નીકળીને મુંબઈ જઈ રહ્યું હતું

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


કેરળ (Kerala) કિનારા નજીક સિંગાપોર (Singapore)ના ધ્વજવાળા જહાજમાં વિસ્ફોટ થયાના સમાચાર છે. ભારતીય નૌકાદળ (Indian Navy)એ રાહત અને બચાવ કામગીરી માટે આઇએનએસ સુરત (INS Surat)ને ડાયવર્ટ કર્યું છે.


સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે કેરળ કિનારા (Kerala coast) નજીક સિંગાપોરના ધ્વજવાળા કન્ટેનર જહાજ `MV વાન હૈ 503`માં વિસ્ફોટ થયો હતો. મુંબઈ (Mumbai)માં મેરીટાઇમ ઓપરેશન્સ સેન્ટર (Maritime Operations Centre)એ કોચી (Kochi)માં તેના સમકક્ષોને સવારે ૧૦.૩૦ વાગ્યે અંડરડેક વિસ્ફોટ વિશે જાણ કરી હતી.



સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, કેરળ કિનારાથી સળગતા કન્ટેનર જહાજ (Explosion reported on Singapore-flagged ship off Kerala coast)માંથી ભાગી ગયેલા ૧૮ ક્રૂ સભ્યોને નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ (Coast Guard) દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.


૨૭૦ મીટર લાંબા આ જહાજનો ડ્રાફ્ટ ૧૨.૫ મીટર છે. આ જહાજ ૭ જૂને કોલંબો (Colombo)થી નીકળ્યું હતું. તે મુંબઈ જઈ રહ્યું હતું. આ જહાજ ૧૦ જૂને મુંબઈ પહોંચવાની અપેક્ષા હતી. સંરક્ષણ જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું કે, `જહાજ હજી પણ આગમાં છે અને પાણીમાં તરતું છે.` સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો સચેત, અર્ણવેશ, સમુદ્ર પ્રહરી, અભિનવ, રાજદૂત અને સી-૧૪૪ બચાવ કામગીરીમાં સામેલ છે.

પીઆરઓએ જણાવ્યું હતું કે, `૯ જૂન ૨૦૨૫ના રોજ લગભગ ૧૦.૩૦ વાગ્યે MOC (કોચી)ને MOC (મુંબઈ) તરફથી `MV વાન હૈ 503`માં વિસ્ફોટ થવાની માહિતી મળી. આ જહાજ સિંગાપોર ફ્લેગ કન્ટેનર જહાજ છે, જે ૨૭૦ મીટર લાંબુ અને ૧૨.૫ મીટર ડ્રાફ્ટ છે. તેનું LPC કોલંબો છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિક્રિયામાં ભારતીય નૌકાદળે તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે INS સુરતને ડાયવર્ટ કર્યું, જે કોચી ખાતે ડોક કરવાનું હતું. પીઆરઓએ જણાવ્યું હતું કે, પશ્ચિમી નૌકાદળ કમાન્ડે સવારે ૧૧ વાગ્યે જહાજને ડાયવર્ટ કર્યું. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સહાયનું સંકલન કરવા માટે કોચીના નૌકાદળ એરબેઝ, INS ગરુડથી નૌકાદળ ડોર્નિયર વિમાનની ઉડાનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ સાથે, નૌકાદળ કોચીના INS ગરુડ નેવલ એર સ્ટેશનથી ડોર્નિયર વિમાન ઉડાડવાની પણ યોજના બનાવી રહ્યું છે, જે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂરી સંકલન પૂરું પાડશે.

ભારતીય નૌકાદળ અને દરિયાઈ એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. બચાવ અને રાહત કાર્ય માટે પ્રયાસો ચાલુ છે.

દરમિયાન, કેરળના મુખ્યમંત્રીએ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (Kerala State Disaster Management Authority - KSDMA)ને એર્નાકુલમ (Ernakulam) અને કોઝિકોડ (Kozhikode)ના જિલ્લા કલેક્ટરોને જરૂરી તૈયારીઓ કરવા સૂચના આપવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ખાતરી કરવા જણાવ્યું છે કે, જો જહાજના ક્રૂ સભ્યોને કેરળના દરિયાકાંઠે લાવવામાં આવે, તો તેમને તાત્કાલિક તબીબી સુવિધા પૂરી પાડી શકાય. KSDMAએ સ્થાનિક હૉસ્પિટલો અને કટોકટી સેવાઓને એલર્ટ પર રાખી છે, તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2025 07:01 AM IST | Kerala | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK