જસ્ટિસે શુક્રવારે ચુકાદો આપતાં કહ્યું હતું કે...

પ્રતીકાત્મક તસવીર
કેરલા હાઈ કોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ સગીર છોકરી સાથે લગ્ન કર્યાં હોય તો પણ પતિ સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પૉક્સો) ઍક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જસ્ટિસે શુક્રવારે ચુકાદો આપતાં કહ્યું હતું કે મુસ્લિમ છોકરી સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલા આરોપીની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. પહેલાં છોકરી પર બળાત્કારના આરોપસર યુવકની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ બાદમાં તેને પોતાની પત્ની બનાવી હતી. ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે આરોપીએ સગીરનું અપહરણ કર્યું હતું તેમ જ ઘણી વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં ૩૧ વર્ષના યુવકે છોકરી સાથે લગ્ન કર્યાં હતાં. આરોપીએ એવી દલીલ કરી હતી કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુજબ છોકરી પુખ્ત અવસ્થામાં પહોંચે તો તે લગ્ન કરી શકે. જોકે કોર્ટે આ દાવાને માન્ય રાખ્યો નહોતો.

