તામિલનાડુના મદુરૈમાં શનિવારે સવારે મોટો અકસ્માત થયો છે. લખનઉથી રામેશ્વરમ જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચ (પ્રાઈવેટ કોચ)માં આગ લાગવાથી 10 પ્રવાસીઓના મોત નીપજ્યા છે. ઘટના મદુરૈ રેલવે સ્ટેશન નજીક થઈ છે.
તસવીર સૌજન્ય : મિડ-ડે
તામિલનાડુના મદુરૈમાં શનિવારે સવારે મોટો અકસ્માત થયો છે. લખનઉથી રામેશ્વરમ જતી ટ્રેનના ટૂરિસ્ટ કોચ (પ્રાઈવેટ કોચ)માં આગ લાગવાથી 10 પ્રવાસીઓના મોત નીપજ્યા છે. ઘટના મદુરૈ રેલવે સ્ટેશન નજીક થઈ છે.
લગભગ 20 પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે, આ પ્રાઈવેટ કોચ યૂપીના સીતાપુરથી બુક કરવામાં આવ્યો હતો. કુલ 62 લોકો માટે કોચ બુક કરવામાં આવ્યો હતો, જે ચારધામ યાત્રા પર હતા. મદુરૈ આવીને બધા રામેશ્વરમ દર્શન માટે જવા માગતા હતા.
ADVERTISEMENT
કન્ટ્રોલ રૂમ રાહત હેલ્પલાઈન નંબર (ઉત્તર પ્રદેશ)
1. 1070 (ટોલ ફ્રી)
2. 9454441081
3. 9454441075
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કૉર્પોરેશન (આઈઆરસીટીસી) ટૂર પર પ્રવાસીઓને લઈને પર્યટક કોચ લખનઉથી મદુરૈ પહોંચ્યો હતો, જ્યારે આ ઘટના સવારે લગભગ 5.15 વાગ્યે ઘટીી. અધિકારીઓએ કહ્યું કે આગ ત્યારે લાગી જ્યારે ટ્રેન શનિવારે સવારે મદુરૈ યાર્ડ જંક્શન પર થોભી હતી.
તામિલનાડુના મદુરૈ રેલવે સ્ટેશન પાસે જે રેલ કોચમાં આગ લાગવાની ઘટના ઘટી તેમાં સીતાપુરના 10 લોકો હાજર હતા. આ બધાની બુકિંગ વિજય લક્ષ્મી નગર સ્થિત ભસીન ટૂર એન્ડ ટ્રાવેલ્સ સાથે કરવામાં આવી હતી. 17 ઑગસ્ટથી લઈને 30 ઑગસ્ટ સુધી આ યાત્રા પ્રસ્તાવિત હતી. અકસ્માતમાં જિલ્લાના શત્રૂ દમન સિંહ (65)ના મોતની સૂચના મળી છે.
જિલ્લાના આદર્શ નગર રહેવાસી મિથિલેશ (50) પણ આ ટ્રેનમાં હતા. તેમના પણ મોતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમને આજે રામેશ્વરમના દર્શન કરવાના હતા પણ આ અકસ્માતના સમાચાર આવ્યા. અકસ્માતના સમાચાર મળતા જ તેમના ઘરમાં કોહરામ મચી ગયો છે. તેમના જમાઈએ જણાવ્યું કે શનિવારે ટ્રેન રામેશ્વરમ પહોંચતી. તેમના સાસુ રામેશ્વરમ દર્શન માટે ખૂબ જ ઉત્સાહિત હતાં પણ અમને અકસ્માતમાં તેમના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થવાની વાત ખબર પડી રહી છે. અમે લોકો સતત કન્ટ્રોલ રૂમ સાથે સંપર્કમાં છે. જો કે, તેમના મૃત્યુની માહિતી પરિવારજનોને આપી દેવામાં આવી છે. અકસ્માતમાં મિથિલેશના પતિ શિવ પ્રતાપ ઈજાગ્રસ્ત છે. આ રીતે જ શત્રુદમનની પત્ની પણ ઇજાગ્રસ્ત છે. બન્નેની સારવાર ચાલી રહી છે. જિલ્લાની નીરજ મિશ્રા તેમજ તેમની પત્ની સરોજની ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. શિવપ્રતાપની સાળી સુશીલા સિંહ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.
માહિતી પ્રમાણે લખનઉથી રામેશ્વરમ જતી આ ટ્રેનના પ્રાઈવેટ પાર્ટી કોચમાં આગ લાગી હતી. મદુરૈ રેલવે સ્ટેશન નજીક ઊભેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી ગઈ. આ આગમાં સંપડાઈને 10 લોકોનાં મોત થઈ ગયાં છે. આની સાથે જ આ અકસ્માતમાં 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આગ ટૂરિસ્ટ કોચમાં લાગી હતી.
અધિકારીઓ પ્રમાણે, આગ લાગવાની ઘટનાની સૂચના સવારે લગભગ 5.15 વાગ્યે મળી જ્યારે ટ્રેન મદુરૈ યાર્ડ જંક્શન પર થોભી હતી. આ મામલે મુખ્યમંત્રીએ રેલ મંત્રી સાથે વાત કરી છે.
આ લોકો ટ્રેન કોચમાં હતા હાજર
- શત્રુદમન સિંહ
- સુશીલા સિંહ
- શિવ પ્રતાપ સિંહ
- મિથિલેશ સિંહ
- અશોક પ્રજાપતિ
- અલકા પ્રજાપતિ
- નીરજ મિશ્રા
- સરોજિની મિશ્રા


