નોર્થ ઈસ્ટની છોકરીઓનો થતો હતો વ્યાપાર
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના શાહડોલ (Shahdol)માં સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ (Sex Racket) ચાલતું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બે ડઝનથી વધુ ગ્રાહકો અને યુવતીઓની ધરપકડ કરી છે. નોર્થ ઈસ્ટ (North East)ની યુવતીઓ સ્પા સેન્ટરમાં ગ્રાહકો સાથે વાંધાજનક સ્થિતિમાં મળી હતી. પોલીસને સ્થળ પરથી ઘણી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. ગ્રાહકો અત્યારે પોલીસ સ્ટેશનમાં છે અને નોર્થ ઈસ્ટની યુવતીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
શાહડોલ જિલ્લામાં ચાલતા સ્પા સેન્ટરો પર સોમવારે રાત્રે એસપીની વિશેષ ટીમે દરોડા પાડ્યા હતા. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસ અધિક્ષકને બાતમી મળી હતી કે જિલ્લામાં ચાલતા આ સ્પા સેન્ટરોની આડમાં અનૈતિક રીતે દેહવ્યાપારનો ધંધો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ, પોલીસે જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તાર અને બુધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડ્યા અને ઘણા લોકોની અટકાયત કરી હતી. તપાસ બાદ કેસ પણ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સતત ફરિયાદોના આધારે, શાહડોલ પોલીસે મુખ્યાલયમાં કાર્યરત બે સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. પોલીસે ૨૪ યુવક-યુવતીઓની પૂછપરછ માટે અટકાયત કરી છે. જિલ્લાના બુધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અનુરાગ કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા સેન્ટરોમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાંથી પોલીસે નવ યુવક-યુવતીઓની અટકાયત કરી હતી. જિલ્લામાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં બહારથી આવેલી યુવતીઓ મસાજ કરતી હતી.
આ પણ વાંચો – ત્રણ સ્પા પર દરોડા, સેક્સ રેકેટ અને અશ્લીલ કૃત્યો બદલ 12 સામે કેસ નોંધાયો
સ્પા સેન્ટરોમાં પોલીસના દરોડાને કારણે જિલ્લામાં ચાલતા અન્ય સ્પા સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસે બુધર પોલીસ સ્ટેશન વિસ્તારના સ્પા સેન્ટરમાં ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. પોલીસે અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. વહેલી તકે FIR નોંધવામાં આવશે. જે સંકુલમાં બુધર રોડ પર સ્પા સેન્ટર આવેલ છે ત્યાં ઘણી દુકાનોમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે. પોલીસ હવે તે ફૂટેજની મદદથી સ્પા સેન્ટરમાં આવતા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ લોકો અહીં માત્ર ગ્રાહક તરીકે આવતા હતા કે પછી તેઓ કોઈ મોટા સેક્સ રેકેટ સાથે જોડાયેલા છે.
સિંગરૌલી જિલ્લામાં પોલીસની ટીમે તાજેતરમાં સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન બે સ્પા સેન્ટરોમાં અનૈતિક પ્રવૃતિ જોવા મળી હતી. પોલીસે ૧૩ મહિલાઓ અને યુવતીઓને બચાવી હતી. ઓડિશા અને આસામ સહિત અન્ય રાજ્યોમાંથી સ્પા સેન્ટર માટે છોકરીઓને બોલાવવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ગ્રાહકો અને મહિલાઓને રંગેહાથ ઝડપ્યા હતા. આ ગેરકાયદેસર કૃત્યમાં સ્પા સેન્ટરના માલિકની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ૧૩ યુવતીઓને દલાલોના હાથમાંથી મુક્ત કરાવી હતી.
આ પણ વાંચો – હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં ગુજરાતી ટીવી અભિનેત્રી સહિત 2ની ધરપકડ
આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.


