ઑલ ઇન્ડિયા ઇમામ અસોસિએશનના ચીફ મૌલાના સાજિદ રશીદીએ તમામ મુસ્લિમોને રસ્તા પર ઊતરી આવવાની હાકલ કરી

પ્રતીકાત્મક તસવીર
જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસની બાવીસ સપ્ટેમ્બરે સુનાવણી પૂર્વે ઑલ ઇન્ડિયા ઇમામ અસોસિએશનના ચીફ મૌલાના સાજિદ રશીદીએ તમામ મુસ્લિમોને રસ્તા પર ઊતરી આવવાની હાકલ કરતાં કહ્યું હતું કે બાબરી મસ્જિદના ચુકાદા બાદ કોર્ટ પરથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો છે.
ગયા અઠવાડિયે, વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપી મસ્જિદ કમ્પાઉન્ડમાં પૂજા કરવાનો અધિકાર માગતી પાંચ હિન્દુ મહિલાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી સામે ડિસ્ટ્રિક્ટ જજ એ. કે. વિશ્વેશે અંજુમન ઇન્તેઝામિયા મસ્જિદ સમિતિની અરજીને ફગાવી દઈ કેસની સુનાવણી બાવીસ સપ્ટેમ્બરે રાખી હતી.