મહેશ્વર સિંહે કંગના રનૌતની ઉમેદવારી બાબતે પક્ષના હાઈ કમાન્ડને ફેરવિચારણા કરવા અનુરોધ કર્યો હતો.
કંગના રનોટ
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતદારક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અસંતુષ્ટો અને અગાઉનો શાહી પરિવાર અભિનેત્રીમાંથી રાજકારણી બનેલી કંગના રનૌત માટે મુશ્કેલી સર્જી શકે છે. BJPના ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખ અને ત્રણ વાર સાંસદ રહી ચૂકેલા મહેશ્વર સિંહે કંગના રનૌતની ઉમેદવારી બાબતે પક્ષના હાઈ કમાન્ડને ફેરવિચારણા કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કંગનાએ હિમાચલ પ્રદેશ કે પછી મંડીમાં BJP માટે કોઈ કામ જ નથી કર્યું. એટલું જ નહીં, ૨૦૨૨માં BJPમાંથી વિધાનસભાની ટિકિટ ન મળતાં અપક્ષ ચૂંટણી લડેલા આ નેતા અને બીજા અસંતુષ્ટોએ પણ રણનીતિ ઘડી કાઢવા માટે એક મીટિંગ કરી હતી. આ બધું જોતાં કંગના રનૌત સામે વિરોધનો સૂર વધી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.