ગયા અઠવાડિયે રક્ષાબંધનમાં લગભગ ૧૦,૦૦૦ કરોડનો વેપાર થયો હતો, જ્યારે જન્માષ્ટમીમાં આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થયો હોવાનો અંદાજ છે.’
લાઇફમસાલા
કામધેનુનાં આંચળમાંથી કૃષ્ણ પર થયો દૂધનો અભિષેક
આ જન્માષ્ટમીએ દેશભરમાં થયો લગભગ ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો બિઝનેસ
શ્રાવણ મહિનો બેઠો ત્યારથી તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે અને તહેવારોમાં વેપાર-ધંધામાં વેગ આવી જાય છે. જન્માષ્ટમીમાં મંદિરોની સજાવટ, ફૂલો, પ્રસાદ, માખણ, ડ્રાયફ્રૂટ્સ વગેરેનો બહુ મોટો વેપાર થયો હતો. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યા મુજબ ‘જન્માષ્ટમી જેવો તહેવાર પણ દેશની ઇકૉનૉમી માટે બહુ મહત્ત્વપૂર્ણ છે. ભગવાનના વાઘા, ફળ, ફૂલ, મીઠાઈ, વ્રતની સામગ્રી, શૃંગારનો સામાન, માખણ, ડ્રાયફ્રૂટની માર્કેટમાં મોટું વેચાણ થયું હતું. ગયા અઠવાડિયે રક્ષાબંધનમાં લગભગ ૧૦,૦૦૦ કરોડનો વેપાર થયો હતો, જ્યારે જન્માષ્ટમીમાં આશરે ૨૫,૦૦૦ કરોડ રૂપિયાનો કારોબાર થયો હોવાનો અંદાજ છે.’