કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે મુલાકાત માટેના રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના આમંત્રણ માટે ના પાડી દીધી હતી.
કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
નવી દિલ્હી : કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે મુલાકાત માટેના રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડના આમંત્રણ માટે ના પાડી દીધી હતી. તેમણે એ માટે કહ્યું હતું કે પોતે દેશની રાજધાનીમાં નથી. એક લેટરમાં તેમણે એમ જણાવ્યું કે વિરોધ પક્ષના સંસદસભ્યોને એકસાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ ખૂબ જ સમજીવિચારીને લેવામાં આવેલું ઇરાદાપૂર્વક પગલું છે તેમ જ સામાન્ય સંસદીય કાર્યવાહીને ખોરવી નાખવા માટે શાસક પાર્ટી દ્વારા વિચારપૂર્વકની સત્તાનો મિસયુઝ કરવાની સ્ટ્રૅટેજી છે. ખડગેએ એક મીટિંગ માટે તેમને આમંત્રણ આપતાં ધનખડના બીજા લેટરના જવાબમાં આમ જણાવ્યું હતું. ધનખડે તેમના લેટરમાં જણાવ્યું હતું કે સંસદમાં ઇરાદાપૂર્વકનું અને સ્ટ્રૅટેજી બનાવીને અશાંતિ ફેલાવવામાં આવી હતી.


