છેલ્લા દસ દિવસમાં અહીં દોઢ લાખથી વધુ સહેલાણીઓ આવી ગયા છે.
પ્રતીકાત્મક તસવીર
શ્રીનગરના ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનમાં તમે જ્યાં નજર કરો ત્યાં રંગબેરંગી ટ્યુલિપ ફ્લાવરની ચાદર ફેલાઈ ગઈ છે. દલ લેક અને ઝાબરવાન હિલ્સની વચ્ચે આવેલા એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનમાં ૭૩ વરાઇટીનાં લગભગ ૧૭ લાખ ટ્યુલિપ્સ ઊગ્યાં છે. છેલ્લા છ મહિનાથી ફ્લોરિકલ્ચર ઑફિસર આસિફ અહમદ ઇટુના માર્ગદર્શનમાં ૧૫૦થી વધુ માળીઓની મહેનતનું આ પરિણામ છે. આમ તો ગાર્ડન એપ્રિલના પહેલા વીકમાં ખૂલે છે, પણ સહેલાણીઓની ડિમાન્ડને કારણે એ ૨૩ માર્ચે જ ખુલ્લું મુકાઈ ગયેલું. છેલ્લા દસ દિવસમાં અહીં દોઢ લાખથી વધુ સહેલાણીઓ આવી ગયા છે.

