સ્ટૂડેન્ડ યૂનિયન જેએનયૂએસયૂ, એસએફઆઇ, ડીએસફએફ અને આઇસાની ફરિયાદ પર એબીવીપી સાથે જોડાયેલા અજ્ઞાત વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે આઇપીસી ધારા 323/ 341/509/ 506/ 34માં કેસ લખ્યો છે.
તસવીર સૌજન્ય પીટીઆઇ
દિલ્હીના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં રવિવારે બે વિદ્યાર્થી ગ્રુપ વચ્ચે થયેલા ઝગડા પછી આ મામલે દિલ્હી પોલીસે એફઆઇઆપ નોંધી છે. માહિતી છે કે સ્ટૂડેન્ટ યૂનિયન જેએનયૂએસયૂ, એસએફઆઇ, ડીએસએફ અને આઇસાની મળેલી ફરિયાદ પર એબીવીપી સાથે જોડાયેલા અજ્ઞાત વિદ્યાર્થીઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. પોલીસે આ મામલે આઇપીસી ધારા 323/ 341/509/ 506/ 34માં કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે એબીવીપીના વિદ્યાર્થીઓ તરફથી ફરિયાદ પણ ટૂંક સમયમાં જ મળી જશે. તેમની ફરિયાદ પર પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી એ પણ છે કે અત્યાર સુધી બન્ને પક્ષોના 16-20 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત છે. મેડિકલ કરાવવા માટે ધીમે ધીમે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આથી હજી ઇજાગ્રસ્તોની સંખ્યા વધી શકે છે.
ADVERTISEMENT
જણાવવાનું કે રવિવારે દિવસે કાવેરી હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપનો અંદરોઅંદર ઝગડો થયો હતો. આરોપ મૂકવામાં આવ્યો છે કે એબીવીપીના સભ્યોએ હૉસ્ટેલ મેસને નૉનવેજ ખોરક પીરસતા અટકાવ્યો, જ્યારે વીકએન્ડ પર હૉસ્ટેલમાં નૉનવેજ પીરસાય છે. તો, એબીવીપીના વિદ્યાર્થીઓનો આરોપ હતો કે વામપંથી સંગઠનોના સભ્યોએ હૉસ્ટેલમાં એક પૂજા આયોજિત કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
કાઢવામાં આવી માર્ચ
આ ઘટનાના વિરોધધમાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ (JNUSU) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ વિશ્વવિદ્યાલય પરિસરની અંદર જુદા-જુદા માર્ચ કાઢ્યા. જેએનયૂએસયૂએ ડફલી વગાડતા પરિસરની અંદર માર્ચ કરી અને એબીવીપી વિરુદ્ધ નારેબાજી કરી. જેના પછી કહેવાતી રીતે હુમલાના જવાબદાર લોકોની ધરપકડની માગને લઈને વસંત કુંજ પોલીસ સ્ટેશન ગયા. તેમણે `એબીવીપી કાર્યકર્તાઓ`ના વીડિયો પણ શૅર કર્યા, જેમાં વિદ્યાર્થીઓ પર વાઈપર અને લાકડીઓથી હુમલો થતો દેખાય છે.
તો એબીવીપીએ પણ વામપંથી સંગઠનોના વિરોધમાં પરિસરની અંદર માર્ચ કાઢવામાં આવ્યો. તેમણે વિદ્યાર્થીઓના કહેવાતા વીડિયો શૅર કરતા આરોપ મૂક્યો છે કે, "વામ-સંબંધિત સંગઠનો"ના કાર્યકર્તાઓએ આ વિદ્યાર્થીઓની ધોલાઈ કરી. એબીવીપીએ પોતોના પર લાગેલા આરોપ નકાર્યા છે અને દાવો કર્યો કે રામનવમી પર છાત્રાવાસમાં આયોજિત એક પૂજા કાર્યક્રમમાં `વામપંથીઓ`એ અડચણ નાખી.

