શુક્રવારે થયેલી ચૂંટણીમાં ૭૩ ટકા મતદાન થયું હતું, જે છેલ્લાં ૧૨ વર્ષમાં સૌથી વધુ છે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU)ની ચૂંટણીમાં લેફ્ટ પૅનલ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) વચ્ચે થયેલી કાંટાની ટક્કરમાં આખરે ચારેય પદ પર ડાબેરીઓની જીત થઈ હતી. યુનિયનને લગભગ ત્રણ દાયકા બાદ પહેલી વાર દલિત પ્રમુખ મળ્યો હતો. ચાર વર્ષ પછી યોજાયેલી ચૂંટણીમાં ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ અસોસિએશન (AISA)ના ધનંજયે પ્રમુખપદ પર જીત મેળવી હતી. ધનંજય બિહારના ગયાનો વતની છે અને ૧૯૯૬-’૯૭માં ચૂંટાયેલા બત્તી લાલ બૈરવા બાદ ડાબેરીઓ તરફથી પ્રથમ દલિત પ્રમુખ છે. શુક્રવારે થયેલી ચૂંટણીમાં ૭૩ ટકા મતદાન થયું હતું, જે છેલ્લાં ૧૨ વર્ષમાં સૌથી વધુ છે.

