આ વ્યક્તિની યુટ્યુબર જોરાવર સિંહ કલસી તરીકે ઓળખ કરવામાં આવી છે, જે હિન્દી વેબ-સિરીઝ ‘ફર્ઝી’ના એક સીનને રીક્રીએટ કરવા માગતો હતો

એક વ્યક્તિ કારની ડિકીમાંથી બનાવટી કરન્સી નોટ ઉડાડી રહ્યો હતો
ગુરુગ્રામનો એક વિડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં એક કારમાં બે જણ રીલ બનાવી રહ્યા હતા. એ માટે એક વ્યક્તિ કારની ડિકીમાંથી બનાવટી કરન્સી નોટ ઉડાડી રહ્યો હતો. આ વ્યક્તિની યુટ્યુબર જોરાવર સિંહ કલસી તરીકે ઓળખ કરવામાં આવી છે, જે હિન્દી વેબ-સિરીઝ ‘ફર્ઝી’ના એક સીનને રીક્રીએટ કરવા માગતો હતો. તેની અને તેના મિત્રની ધરપકડ કરવામાં આવી છે.