Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પબ્લિસિટી સ્ટન્ટ બદલ આઇએએસ ઑફિસરને ગુજરાતની ચૂંટણીના ઑબ્ઝર્વર તરીકે હટાવાયા

પબ્લિસિટી સ્ટન્ટ બદલ આઇએએસ ઑફિસરને ગુજરાતની ચૂંટણીના ઑબ્ઝર્વર તરીકે હટાવાયા

19 November, 2022 11:41 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૂંટણીપંચે પબ્લિસિટી સ્ટન્ટ બદલ ઉત્તર પ્રદેશના એક આઇએએસ ઑફિસરને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના જનરલ ઑબ્ઝર્વર તરીકે હટાવ્યા છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક) Gujarat Election

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ચૂંટણીપંચે પબ્લિસિટી સ્ટન્ટ બદલ ઉત્તર પ્રદેશના એક આઇએએસ ઑફિસરને ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના જનરલ ઑબ્ઝર્વર તરીકે હટાવ્યા છે. આ અધિકારીએ તેમના અસાઇન્મેન્ટના ફોટોગ્રાફ્સને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. ગુજરાતના મુખ્ય ચૂંટણીઅધિકારીને સખત શબ્દોમાં લખવામાં આવેલા પત્રમાં ચૂંટણીપંચે જણાવ્યું હતું કે ૨૦૧૧ની બૅચના આ અધિકારીએ જનરલ ઑબ્ઝર્વર તરીકે તેમની પોસ્ટિંગની માહિતી આપવા માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કર્યો હતો અને તેમના પોતાના સત્તાવાર પદનો ‘પબ્લિસિટી સ્ટન્ટ’ તરીકે ઉપયોગ કર્યો છે. 
આ અધિકારીને વધુ આદેશ સુધી ચૂંટણીને સંબંધિત કોઈ પણ ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અધિકારીને જે મતવિસ્તારની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાંથી તાત્કાલિક જતા રહેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2022 11:41 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK