Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Gujarat:સુરતમાં માંડ માંડ બચ્યા અસદુદ્દીન ઓવૈસી, વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો

Gujarat:સુરતમાં માંડ માંડ બચ્યા અસદુદ્દીન ઓવૈસી, વંદે ભારત ટ્રેન પર થયો પથ્થરમારો

08 November, 2022 11:30 AM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુરતથી આશરે 20થી 25 કિલોમીટર પહેલા ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો.

અસદુદ્દીન ઓવૈસી

અસદુદ્દીન ઓવૈસી


ગુજરાતના સુરતમાં જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ(Vande Bharat Express) પર સોમવારે મોડી રાત્રે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એઆઈએમઆઈ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પણ સવાર હતાં. જોકે, ઓવૈસી આ ઘટનામાં માંડ માંડ બચી ગયા છે, પરંતુ ટ્રેનની બારીના કાચને નુકસાન થયું છે. સુરતથી આશરે 20થી 25 કિલોમીટર પહેલા ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો હતો. રેલવે તંત્રએ આ ઘટનાની નોંધ લઈ તપાસ માટે આદેશ આપ્યાં છે, તો બીજી બાજુ પથ્થરમારાની ઘટનાને લઈ રાજનીતિએ ગતિ પકડી છે. AIMIMની પ્રવક્તા વારિસ પઠાને કહ્યું કે પથ્થરમારો ઈરાદાપુર્વક કરવામાં આવ્યો હતો, જેથી ઓવૈસીની ચૂંટણીમાં વધુ સક્રિયતાને અટકાવી શકાય. 

પાર્ટી નેતા વારિસ પઠાને ટ્વિટ કરી કહ્યું કે "આજે સાંજે અમે, ઓવૈસી સાહેબ અને AIMIM નેશનલ ટીમ અમદાવાદથી સુરત જવા માટે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતાં તે દરમિયાન કેટલાક અજાણ્યા લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરી બારીના કાચ તોડી નાખ્યા હતાં."



આ પણ વાંચો: ચંદ્રગ્રહણ: મુંબઈ અને ગુજરાતમાં આટલા વાગ્યે દેખાશે, આ રાશિના જાતકોએ સાવધાન રહેવું


વારિસે પઠાને વધુમાં જણાવ્યું કે, એઆઈએમઆઈએમ પ્રમુખ ઓવૈસી જે કોચમાં યાત્રા કરી રહ્યાં હતાં કે કોચની બારી પથ્થરમારાને કારણે તૂટી ગઈ છે. તેમણે ઓવૈસીની યાત્રાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. વારિસ પઠાને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે `મોદીજી તમે પથ્થરો વરસાવો કે આગ વરસાવો , આ હકનો અવાજ ન અટક્યો છે ન અટકશે.`

 


 

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 11:30 AM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK