ઇન્દિરા ગાંધી વડા પ્રધાન તરીકેની તેમની પ્રથમ ટર્મમાં રાજ્યસભાનાં સાંસદ હતાં. મનમોહન સિંહના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત-અમેરિકા વચ્ચે ૨૦૦૮માં ઐતિહાસિક પરમાણુ કરાર થયો હતો.
ડૉ. મનમોહન સિંહ
૯૧ વર્ષના ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ બુધવારે રાજ્યસભામાંથી નિવૃત્ત થયા. સતત ૩૩ વર્ષ સુધી રાજ્યસભાના સાંસદપદે રહ્યા બાદ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો છે. ઇન્દિરા ગાંધી અને ઇન્દર કુમાર ગુજરાલ બાદ રાજ્યસભામાંથી નિવૃત્ત થનારા તેઓ ત્રીજા ભૂતપૂર્વ વડા પ્રધાન છે. ઇન્દિરા ગાંધી વડા પ્રધાન તરીકેની તેમની પ્રથમ ટર્મમાં રાજ્યસભાનાં સાંસદ હતાં. મનમોહન સિંહના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં ભારત-અમેરિકા વચ્ચે ૨૦૦૮માં ઐતિહાસિક પરમાણુ કરાર થયો હતો. સાથે જ ડાયરેક્ટ કૅશ ટ્રાન્સફર અને આધાર કાર્ડનું લૉન્ચિંગ પણ તેમના કાર્યકાળની મહત્ત્વની ઉપલબ્ધિઓ છે. ૧૯૯૧ના જૂન મહિનામાં કેન્દ્ર સરકારમાં નાણામંત્રી બન્યાના ચાર મહિના પછી એટલે કે ઑક્ટોબર ૧૯૯૧માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તેઓ ચાર ટર્મ માટે આસામમાંથી તથા ૨૦૧૮માં રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ગયા હતા. ૧૯૮૩નાં સિખ વિરોધી રમખાણો માટે ‘મારું માથું શરમથી ઝૂકી ગયું હતું’ એવો સ્વીકાર તેમણે રાજ્યસભામાં કર્યો હતો.

