ફરીદાબાદમાં એક બિઝનેસમેનને ફેસબુક દ્વારા એક મહિલા સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મહિલાએ બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવીને બે કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
ફરીદાબાદ (Faridabad)માં એક બિઝનેસમેનને ફેસબુક દ્વારા એક મહિલા સાથે મિત્રતા કરવી મોંઘી પડી છે. મહિલાએ બિઝનેસમેનને હનીટ્રેપમાં ફસાવીને બે કરોડ રૂપિયાની છેતરપિંડી (Crime News) કરી હતી. વેપારી ઘણા સમયથી મહિલાને પૈસા આપતો હતો. આરોપીઓની માગ વધતી રહી અને મામલો પાંચ કરોડ સુધી પહોંચ્યો હતો. પૈસા ન ચૂકવવા પર, આરોપીઓ શનિવારે સેક્ટર-6માં પીડિતની ફેક્ટરીમાં ઘૂસી ગયા અને પરિવાર પર હુમલો કર્યો હતો. જતી વખતે આરોપી મહિલા દિલ્હીમાં બળાત્કારનો કેસ નોંધવાની ધમકી આપીને ભાગી ગઈ હતી. પોલીસે આરોપી મહિલા અને તેના પતિની ધરપકડ કરી લીધી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતએ જણાવ્યું કે તે સેક્ટર-14માં તેના પરિવાર સાથે રહે છે. તેનું સેક્ટર-6માં મેટલ વર્કનું કારખાનું છે. વર્ષ 2020માં, કોરાના સમયગાળા દરમિયાન, તેનો ફેસબુક પર ઈશા નામની એક મહિલા સાથે પરિચય થયો હતો. વાતચીતમાં મહિલાએ જણાવ્યું કે તે પીડિત સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શાળાના મિત્રોએ પણ જણાવ્યું કે મહિલા શાળામાં અભ્યાસ કરતી હતી. ઈશાએ કહ્યું કે લગ્ન બાદ તે નોઈડામાં પતિ રક્ષિત સાથે રહે છે.
ADVERTISEMENT
વર્ષ-2020માં એક દિવસ મહિલાએ તેને નોઈડા બોલાવ્યો અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. ધીમે-ધીમે મહિલાએ અલગ-અલગ કામ માટે પૈસાની માગણી શરૂ કરી. પોતાનો બિઝનેસ શરૂ કરવાની વાત કરતા પહેલાં 20 લાખ રૂપિયા લીધા અને પછી માગ વધવા લાગી. આ પછી મહિલાએ દિલ્હીમાં બળાત્કારનો કેસ દાખલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું. ઈશાના પતિ રક્ષિતે પણ તેને આ કામમાં સાથ આપ્યો અને ધીમેધીમે તેની પાસેથી બે કરોડ રૂપિયા પડાવી લીધા હતા.
સતત ત્રણ વર્ષથી પરેશાન
પીડિતનું કહેવું છે કે મહિલા અને તેનો પતિ છેલ્લા ત્રણ વર્ષથી તેને હેરાન કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા તેણે મામલો રફેદફે કરવાના બદલામાં ફોન પર પાંચ કરોડ રૂપિયા માગ્યા હતા. ના પાડતાં તેઓ શનિવારે સેક્ટર-6માં આવેલી ફેક્ટરીમાં આવ્યા હતા અને તેની અને તેની પત્ની પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: Delhi Crime: સગીરા પર ચપ્પુના ઘા થયા,પથ્થરથી ચગદી પણ લોકો જોતા રહ્યા, જુઓ વીડીયો
તે જ સમયે, પૂછપરછ દરમિયાન એ વાત સામે આવી છે કે આરોપીઓ વોટ્સએપ પર જ પૈસાની માગણી કરતા હતા. ત્રણ વર્ષથી પૈસા આપીને તે ખૂબ જ માનસિક તણાવમાં આવી ગયો હતો. પાંચ કરોડની માગણી થયા બાદ પીડિતએ પરિવારને મામલાની જાણકારી આપી. સમગ્ર મામલો સમજ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. પોલીસે આરોપી મહિલા અને પતિની ધરપકડ કરી લીધી છે.