વિદેશ મંત્રાલયના એક ડ્રાઇવરની ગઈ કાલે જાસૂસીના આરોપસર નવી દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : વિદેશ મંત્રાલયના એક ડ્રાઇવરની ગઈ કાલે જાસૂસીના આરોપસર નવી દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આ ડ્રાઇવરની ધરપકડ કરી છે. તેના પર જાસૂસીનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે જવાહરલાલ નેહરુ ભવનથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે રૂપિયાના બદલામાં પાકિસ્તાનને સીક્રેટ માહિતી અને દસ્તાવેજો પૂરાં પાડતો હતો. તે જે વ્યક્તિને આ જાણકારી આપતો હતો તે પૂનમ શર્મા કે પૂજાના નામે તેની સાથે કમ્યુનિકેશન કરતી હતી. આ મામલો હની-ટ્રૅપનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઇન્ટેલિજન્સ ઇન્પુટ્સને આધારે દિલ્હી પોલીસે આ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આ ડ્રાઇવર પૂનમ શર્મા નામની જે મહિલાના સંપર્કમાં હતો તે તેને કહેતી હતી કે તે કલકત્તામાં રહે છે. આ મહિલા પાકિસ્તાની આઇએસઆઇ એજન્ટ હોવાનું મનાય છે. પાકિસ્તાની જાસૂસે વિદેશ મંત્રાલયના ડ્રાઇવરને ફસાવવા માટે બનાવટી આઇડીનો ઉપયોગ કર્યો હતો.