એક્ઝિટ પોલ્સનાં તારણો જોતાં જણાય છે કે બીજેપી ત્રિપુરા અને નાગાલૅન્ડમાં જીત મેળવશે, જ્યારે મેઘાલયમાં અસ્પષ્ટ જનાદેશ આવી શકે છે

પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ મેઘાલય અને નાગાલૅન્ડમાં ગઈ કાલે વિધાનસભાની ચૂંટણીઓ માટે સિંગલ તબક્કામાં મતદાન પૂરું થયું હતું, જ્યારે િત્રપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ નાગરિકોએ મતદાન કર્યું હતું. હવે આ ત્રણેય રાજ્યોનાં એક્ઝિટ પોલ્સનાં તારણો આવી ગયાં છે.
પૂર્વોત્તરનાં સેવન સિસ્ટર સ્ટેટ્સમાંથી આ ત્રણેય રાજ્યમાં વિધાનસભાની ૬૦-૬૦ બેઠક છે. આમ ત્રણેય રાજ્યોની કુલ ૧૮૦ બેઠકો છે, જેમાંથી બીજી માર્ચે ૧૭૯ બેઠકો માટે રિઝલ્ટ જાહેર કરવામાં આવશે કેમ કે બીજેપીનો એક ઉમેદવાર તેની સીટ પરથી બિનહરીફ વિજેતા જાહેર થયો છે.
ADVERTISEMENT
એક્ઝિટ પોલ્સનાં તારણો જોતાં જણાય છે કે બીજેપી ત્રિપુરા અને નાગાલૅન્ડમાં જીત મેળવશે, જ્યારે મેઘાલયમાં અસ્પષ્ટ જનાદેશ આવી શકે છે.
બીજેપીએ એના નૉર્થ-ઈસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ દ્વારા એની સ્થિતિ મજબૂત કરી છે. આ ગઠબંધનમાં પ્રાદેશિક પાર્ટીઓને સાથે લાવવામાં આવી છે.

