હેલિકૉપ્ટરથી યાત્રા કરનાર યાત્રાળુઓને બાબા કેદારનાં દર્શન કરવાની પરમિશન આપવામાં આવી છે.
ગ્લૅસિયર તૂટતાં કેદારનાથ ધામ માટેનો રસ્તો બંધ થયો
કેદારનાથ ધામ યાત્રા માર્ગ પર ભૈરવ ગદેરે અને કુબેર ગ્લૅસિયર ખાતે સ્થિતિ મુશ્કેલ છે. ગઈ કાલે વધુ એક વખત અહીં ગ્લૅસિયર તૂટવાને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. ગઈ કાલે એનડીઆરએફ (નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ)ની ટીમે રસ્તા પરથી બરફ હટાવીને માર્ગ ખુલ્લો કર્યો હતો, પણ એના થોડા સમય પછી ફરી ગ્લૅસિયર તૂટતાં રસ્તો બંધ થઈ ગયો હતો એને કારણે કેદારનાથ ધામની બાય રોડ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. હેલિકૉપ્ટરથી યાત્રા કરનાર યાત્રાળુઓને બાબા કેદારનાં દર્શન કરવાની પરમિશન આપવામાં આવી છે.

